પરમ સુંદરી

પરમ સુંદરી- રાકેશ ઠક્કર        સિધ્ધાર્થ મલ્હોત્રા– જહાનવી કપૂરની ફિલ્મ 'પરમ સુંદરી' નું ટ્રેલર આવ્યું ત્યારે એમ કહેવાતું હતું કે એ ‘ચેન્નઈ એક્ષપ્રેસ’ ની નકલ હોય શકે છે. હકીકતમાં એ બિલકુલ એના જેવી નથી. પણ હીરોના પિતાના એંગલ અને બીજા ભાગમાં જે દ્રશ્યો અને વાર્તા છે એને કારણે શાહરૂખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની યાદ વધુ અપાવી ગઈ છે. એને શાહરુખની ફિલ્મોનું કોકટેલ પણ કહી શકાય એમ છે. ‘ચેન્નઈ એક્ષપ્રેસ’ માં તો મનોરંજનના ઘણા બધા તત્વો હતા. નિર્દેશક તુષાર જલોટાએ 'પરમ સુંદરી' માં એટલી મહેનત કરી નથી. એમની પહેલી ફિલ્મ ‘દસવીં’ ની નોંધ લેવાઈ હતી.‘મેડોક ફિલ્મ્સ’ નું નિર્માણ હોવાથી અપેક્ષાઓ વધુ હોય એ સ્વાભાવિક છે. કેમકે એમણે ફિલ્મ ઉદ્યોગના ફોર્મ્યુલા કલ્ચરને પડકાર ફેંક્યો હતો. એમની 'સ્ત્રી 2' વર્ષની