કોલેજની અંદર મોટાં ભગનાં સ્ટુડન્ટ્સ ભણવામાં ધ્યાન ઓછું આપતાં હોય છે અને પ્રેમના ચકકરમાં વધુ પડતાં હોય છે. એમાં સ્ટુડન્ટ્સનો કોઈ દોષ નથી હોતો. એ લોકોની ઉંમર એવી હોય છે કે હોર્મોસને કારણે વિજાતીય આકર્ષણમાં પ્રેમ કરી બેસે છે. અહીં જ એ લોકો બહું મોટી ભૂલ કરી બેસતાં હોય છે. આકર્ષણને તેઓ પ્રેમ માની બેસે છે. એ કારણે એમનું સ્ટડિમાં ઓછું ધ્યાન હોય છે અને એકબીજામાં વધારે ધ્યાન હોય છે. અમુક સ્ટુડન્ટ્સ તો ફ્યુચરનો વિચાર કરતાં નથી. એમની અંદર એક ડર પેસી જાય કે તેઓ કદી એક નહિ થાય તો સ્યુસાઈડ પોઈન્ટ પર જઈને બન્ને સાથે એમની જીંદગી ટુકાવી નાખતાં