અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -28

વાડીમાં વોટર પંપ ચાલુ હતો..બોરવેલમાંથી પાણી પુરા ફોર્સમાં નીકળી નીકમાં ખળ ખળ વહી રહેલું.. ધીમે ધીમે પાણી નીક દ્વારા..ગોળ ગોળ કરેલાં આંબાના ખામણામાં જઈ રહેલું..જમીન ભીંજાઈને અંદરશોષાઈ રહેલું..પક્ષીઓ એ નીક પર બેસી ચાંચ બોળી પાણી પી રહેલા..વાડીમાં કોયલ મીઠું બોલી રહેલી.. શાકભાજીના ક્યારા આજુબાજુ મોર ચણ ચણી રહેલા..પંપનો ભક ભક અવાજ એક સરખા સુરે સંભળાઈ રહેલો..ધીમો ધીમો ઠંડો પવન વહી રહેલો..વિશ્વા..મનમાં સોહમનાજ વિચારોમાં ગર્ત હતી..પણ હાથ શાકભાજી ચૂંટવા અને વીણવાનું કામ કરી રહેલાં..મનમાં ને મનમાં કઈ ગણ ગણ કરી રહી હતી.. ત્યાં પાછળથી કોઈ જાણીતો અવાજ આવ્યો..એ નિલેશ હતો..બીલીમોરાથી ગઈકાલેજ આવેલો..દેસાઈ ફળિયામાંજ રહેતો..બીલીમોરા મામાનું ઘર હતુ .એનાં મામાને કોઈ સંતાન નહોતું.અહીં