ભાગ્ય અને કર્મ નો ભેદ

  • 260
  • 70

ભાગ્ય ની વ્યાખ્યા: જે વાતો,ખ્યાલો અથવા આયામો માણસ ના હાથની બહાર છે અથવા જેની પર માણસ નું કોઈ નિયંત્રણ નથી તેને ભાગ્ય, પ્રારબ્ધ અથવા દૈવ કહે છે.કેટલીક એવી વાતો અથવા મુદ્દાઓ જેને ભાગ્ય વશ થઈને વ્યક્તિએ સ્વીકારવી પડે છે.(૧) આપણા હોર્મોન્સ(૨) આપણું DNA,RNA, જન્મ સમય નું સ્વાસ્થ્ય(૩) આપણું પ્રારંભિક શરીર અને આપણો દેખાવ(૪) આપણી જાતિ, વર્ણ અને સેક્સ્યુઆલિટી અને કુલ આયુષ્ય.(૫) આપણી જ્ઞાતિ, માતૃભાષા, જન્મતારીખ, જન્મ સમય, જન્મ સમયે માતા પિતા ની સ્થિતિ(૬) જન્મ નું સ્થળ, ત્યાંનો સમાજ, ત્યાંના રીતિ રિવાજો, ત્યાંની સરકાર ,કાયદો,વ્યવસ્થા ત્યાંનું વાતાવરણ, કુદરતી સ્થિતિ..(૭) માતા અને પિતાની સમૃદ્ધિ, ક્ષમતા, તેમનું જીવન, પરિવાર નું વાતાવરણ,ખોરાક ની રુચિ