સુપ્રીમ કોર્ટે ગુમ થયેલા લોકો વિશે કોઇ ગંભીર અને અસરકારક કાર્યવાહી ન થઇ હોવાના મામલે રાજ્ય સરકારોને ફટકારી હતી જો કે આવું માત્ર ભારતમાં જ બને છે તેમ નથી સમગ્ર વિશ્વમાં ગુમશુદા વ્યક્તિઓ વિશે આવું જ વલણ અપનાવવામાં આવે છે ત્યાં સુધી કે એવા કિસ્સા નોંધાયેલા છે જેમાં જાહેર જીવનમાં નામના કાઢનાર વ્યક્તિઓ ગુમ થઇ હોય અને તેમના વિશે કોઇ પત્તો મેળવી શકાયો ન હોય.એમિલી એરહાર્ટથી માંડીને જોસેફ કાર્ટર જેવી વ્યક્તિઓનો સમાવેશ આ યાદીમાં થાય છે જેમના વિશે હજી પણ મિસિંગ પર્સન જ શબ્દ વપરાય છે અને તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.વિશ્વમાં વર્ષે વીસેક લાખ લોકો અચાનક જ ગુમ થઈ