ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. “ચાલો, ચાલો! જલ્દી ચાલો, પગમાં હજી મહેંદી મૂકી નથી વાર છે!” નાઝે લિલીપુટ લહેરાવતા સોનલ અને મોહિનીને ધીમા અવાજે ચેતવ્યા. ત્રણે પાછળના બારણાંએ પહોંચ્યા. સોનલ અને મોહિની એક મેકની સામે ઉભી હતી. બહાર નીકળતાં જ મોહિનીના પગે બારણાંના ઉંબરાને ઠેસ વાગી, અને એ સીધી નાઝ પર ધસી પડી. અચાનક હુમલાથી નાઝનું બેલેન્સ ખોરવાયું, એ સહેજ નમી ગઈ. ગઈ એની નજર સોનલ અને મોહિની પરથી સહેજ હટી ગઈ. 'અનાયાસે મળી આવેલ આ તક સોનલ શું કામ ચૂકે?' એક