શિક્ષિકા તરીકેની મારી સફર - 4

ધારાવાહિક:- શિક્ષિકા તરીકેની મારી સફરભાગ:- 4લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીચાલો, આપ સૌ સમક્ષ મારી આ અદ્ભૂત સફર આગળ વધારું. મારી ગણિત શિક્ષિકા બનવાનાં સપનાંથી લઈને રાજ્ય કક્ષાનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષિકા બનવા સુધીની સફર તમે માણી. હવે તમને મારી આ સફરમાં એક અલગ અનુભવ કરાવું. એ વાત તો એટલી જ સાચી છે કે "જે સતત શીખતો રહે એ શિક્ષક", અને એ વાત પણ એટલી જ સાચી કે "દરેકને પોતાનાં વિષયનું શક્ય એટલું વધારે જ્ઞાન હોવું જોઈએ, સાથે સાથે અન્ય વિષયોનું પણ થોડું થોડું જ્ઞાન હોવું જોઈએ." આ બંને વાતોને સંપૂર્ણ ન્યાય આપીને હું આગળ વધી રહી છું. ધોરણ 10ની ગણિત શિક્ષિકા હોવાને