એકાંત - 48

  • 44

પ્રવિણને ખુશી થઈ રહી હતી કે ભુપત અને કુલદીપ પહેલા જેવા દોસ્ત બની ગયા હતા. સ્વાતંત્ર્ય દિનના બીજા દિવસની સવાર કુલદીપ અને ગીતાના જીવનમાં એક નવી ખુશી સાથે ઊગેલી હતી.ગીતા કાજલને લઈને સમયની પહેલાં કોલેજ પહોચી ગઈ હતી. રોજ કાજલ ગીતાને કોલેજ જવાં બોલાવવાં જતી પણ એ દિવસે તો ગંગા ઊંધી દિશાએ વહી હતી. કાજલને ગીતાનું આ પરિવર્તન નવીન લાગ્યું પણ એ જાણતી હતી કે બધું કુલદીપ માટે થઈ રહ્યું હતું.કાજલને કોલેજની અંદર જવાં મંજુરી આપીને ગીતા કુલદીપની રાહ જોઈને ગેટ પાસે ઊભી હતી."ગીતા, ચાલને તારે કોલેજની અંદર આવવું નથી ?" કાજલે સવાલ કર્યો."હું હમણાં કુલદીપની સાથે આવુ છુ. તારે