કુલદીપ અને ભુપત વચ્ચે બહુ મોટી લડાઈ થવાની હતી, પણ જો પ્રવિણ વચ્ચે આવીને સમાધાન ના કર્યુ હોય તો આ લડાઈ મારપીટ સુધી પહોચવાની હતી.પ્રવિણે એ સમયે એક સાચા દોસ્ત તરીકે એની ફરજ નિભાવી. કુલદીપે ભુપતનું ગળુ પકડી લીધું હતું. પ્રવિણે મહા મુશીબતે કુલદીપનો હાથ છોડાવ્યો.ક્રોધ એ માનવીનો એવો ગુણ હોય છે કે એની વિચારશક્તિને ક્ષીણ કરી દે છે. એ શું બોલે છે કે શું કરે છે એનું પણ એને ભાન રહેતું નથી. કેટલીક વાર ક્રોધાવેશમાં આવીને વ્યક્તિ એના શુભચિંતકને પણ ખોટો માની બેસે છે.કુલદીપને પણ એવું થયું હતું. ગીતા સાથે હજું એનાં પ્રેમની શરૂઆત થઈ હતી. પ્રેમના એકરારમાં ગીતાએ