અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -27

“ વિશુ..અહીં આ ફળિયામાં મને મારું નસીબ ખેંચી લાવેલું..તારા પાપા સાથે લગ્ન થયા હું અહીં આવી ગઈ..બાકી બધું જીવન જીવી..અહીં રહી..શું.. શું થયું બધી વાતો પછી કોઈ વાર..પણ.. મેં એક નિર્ણય લઇ લીધો છે હું તને ભણાવીશ આગળ..કોલેજ કરાવીશ..મારી ગઈ એવી તારી જિંદગી નહીં જાય.. તું તારી જિંદગી સારી જીવીશ જ..પણ તારું મન મક્કમ કરજે..તારી જિંદગી..લાગણીઓ પ્રેમ સાથે કોઈ રમત ના રમી જાય..તારા ભણવા કે નક્કી કરેલા લક્ષ્ય પર અસર ના થાય..” ..વિશ્વા માં સામે જોઈ રહી બોલી “ માં મારે PTC કરવું છે..ટીચર બનવું છે મને છોકરાઓ ભણાવવા ખુબ ગમે..નિર્દો ષ ચોખ્ખા મનમાં.. સારા વિચાર નવું જ્ઞાન વિજ્ઞાન રોપવું