અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -25

“ સાવી…યાર.. કદાચ છેલ્લી ફાસ્ટ નીકળી ગઈ..મેટ્રો તો હવે સવારે 5 વાગે શરુ થશે..છેલ્લે લોકલ આવે એની રાહ જોઈએ..એય બધા સ્ટેશન કરશે.. પહોંચતા પહોંચતા ખૂબ મોડુંજ થવાનું છે” ..સારાએ ફિકર કરતા કહ્યું.. સાવી બોલી “ સારા..હવે તો ઠંડી પણ ખુબ છે હજુ વધશે..સવારે ફોરકાસ્ટ જોયેલું..કદાચ રાત્રે 3 વાગ્યા સુધીમાં 2 ડિગ્રી થઇ જશે..ઠરી જવાના છીએ આપણે..લોકલની રાહ જોવી પડશે..ટ્રેન આવી જાય તો અંદર બેસી જવાય..ઠંડી તો ના લાગે.. જોને આખું પ્લેટફોર્મ ખાલી છે કોઈ દેખાતું નથી..સિટીમાંથી ભીડ બધી સબબ તરફ નીકળી ગઈ..રસ્તામાં તોફાની એરિયા આવશે..બધા પિયક્કડ …” સારા હસી બોલી..” એય સાવી હું પણ..અત્યારે એવીજ છું..પણ ડરીશ નહીં હું છું ને..તારી