“ સાવીને મારાં ચરિત્રમાં.. મારી બરબાદીની કથામાં રસ પડી ગયેલો..એ એકી ટસે મારી સામે જોઈ ખુબ ધ્યાનથી મને સાંભળી રહી હતી..મેં થોડો પોરો ખાધો.. એક સીપ મારી બોલી..કેટલો સમય વીતી ગયો અહીં પીતા પીતા..તને મારું આખું ગંદુ બીભત્સ.. સાંભળવું પણ ના ગમે એવું આખ્યાન કીધું..સાવી…તને ઘીન આવી ગઈને મારું બધું સાંભળીને? મેં પહેલીવાર કોઈ પાસે સાવ સાચુંજ હૈયું ખોલી વાત કરી..બધુંજ ઉઘાડું કીધું..હું સાવ પારદર્શી થઇ ગઈ તારી પાસે..મને ખબર છે ખુબ મોડું થયું છે આજે આપણે..તારી બર્થડેની તો મેં વાટ લગાડી દીધી છે..સોરી સાવી..પણ આજ દિવસ નિર્માણ થયો હશે બધું કહેવા તને થોડું વધુ સાંભળી લે..હું હળવી થઇ જઈશ..બધું સાંભળયા