“ સરલાથી સારા સુધીની સફર અઘરી હતી..મેં સરળ બનાવી દીધી હતી..એ ગંદી હરકતો… વળી મારી એ વાસનાભરી રાત વીતી ગઈ પછી શરૂઆતમાં હું મારી જાતને કોસતી..મારી જાતને તિરસ્કારતી..મેં શું કરી નાખ્યું? પણ ધીરે ધીરે હું..ધીટ થતી ગઈ..શરમ ક્યાંય છૂટી ગઈ..એ રાત પછી બીજે જ દિવસે હું મોર્ડન કપડાં પહેરી તૈયાર થઇ નીકળી…હું તૈયાર થવામાં મેકપનું ધ્યાન રાખતી..સુંદર તો હું હતીજ..પણ ચહેરા ઉપર મેકઅપ સાથે નફ્ફટાઈ..બેશરમી પણ લિપિ લેતી..આઈ પાસે મનફાવે એટલા પૈસા માંગી લેતી..આઈ પછી મારાં એકાઉન્ટમાંજ પૈસા ટ્રાન્સફર કરી દેતી..જે સરલા પાસે 100…200…રૂપિયા રહેતા.. સાચવી સાચવી વાપરતી..એ હવે હવામાં ઊડતી.. મનફાવે એટલો ખર્ચ કરતી..હવે હું સારા જેમ્સ જે સરલા જેવી