પણ, દર વખતની જેમ મમ્મી ન જ માન્યા અને કહ્યું કે ના કાલે જ બોલાવવાનું એટલે આના ભાઈ આવે એની સાથે એક જ વખતમાં રસોઈ થઈ જાય. આપણે ગયા બેનના ઘરે અને જમીને આવતી વખતે એેમને કહેતા આવ્યા કે આવતી કાલે ઘરે જમવા આવજો નવા વર્ષનું. આમ, આખા વર્ષમાં કોઈ દિવસ આવી રીતે કેટલા કાલાવાલા કરીએ આવવા માટે તો પણ ન આવે પણ મારો ભાઈ જ્યારે જમવા આવવાનો હોય ત્યારે અવશ્ય આવે. આ વખતે પણ એવું જ થયું. આ કહેવાનો મતલબ એટલો જ કે આખા વરસમાં મારો ભાઈ એક જ દિવસ આવે પણ એ જ દિવસે બેન બનેવી ભાણિયા સાથે