9. આશાનું એક કિરણ?અમારે થોડું અજવાળું કરવાની જરૂર હતી. આસપાસથી જે મળે એ લઈ થોડી વધુ ડાળીઓ કાપી અગ્નિ તો પ્રગટાવ્યો. ઘોર અંધારામાં થોડી રાહત પણ થઈ, પવનોથી લાગતી ઠંડીમાં પણ રાહત થઈ. અમે વિમાનની ટાંકી પાસે કોઈ સૂકી ડાળખી ધરી. એ તો એર ફ્યુએલ હતું. થોડાં ટીપાં માં સારી એવી આગ સળગી. એનાથી મચ્છરો જેવાં જંતુઓ પણ દૂર જતાં રહ્યાં એમ લાગ્યું.પાસપાસે એકબીજાની શારીરિક માનસિક હૂંફમાં બેઠેલા પ્રવાસીઓને મેં અંગ્રેજીમાં સૂચન કર્યું કે અહીં જ કેમ્પફાયર જેવું કરીએ. શરૂઆતમાં મેં જ મોટા અવાજે કોઈ હિન્દી ફિલ્મ સોંગ ગાવું શરૂ કર્યું. મારી સાથે તેઓએ પણ પોતપોતાની ભાષામાં ચીસો પાડતા હોય તેમ