ગીતાને જાહેર જગ્યાએ પ્રેમ વ્યક્ત કરતા કુલદીપને કશું ખોટું કર્યાનો અફસોસ થયો. કુલદીપે માફી માંગી તો ગીતાએ હસતાં પૂછી લીધું : "અરે બુધ્ધુ, તમે કેમ માફી માંગી રહ્યાં છો ?""મારું વર્તન જ તારાં તરફનું એવું હતું કે માફી માંગવી પડે. મારે તમને જાહેરમાં હગ કરવું ના જોઈએ." કુલદીપે દિલગીરી વ્યક્ત કરી."એમાં ક્યાં મોટું તુફાન આવી ગયું ? આપણે કોઈ મર્યાદા પાર કરી નથી. પ્રેમમાં એકબીજાંને સ્પર્શ કરવો એ જ તો પ્રેમ વ્યક્ત કર્યો કહેવાય. મેં તમને પૂરો હક આપી દીધો છે."ગીતાએ આટલું કહીને કુલદીપને પ્રેમથી ગાલ પર ચુમી આપી દીધી અને હળવેકથી એનાં કાનમાં કહ્યું : "પ્રેમમાં સ્પર્શ કરવાં માટે