પોચા સાહેબ લેંઘાના પાંયસા ઉપર ચડાવીને ટેબલ પર બેઠા હતા. છોલાયેલા ગોઠણ પર સ્પિરીટવાળું રૂનું પોતું ફેરવતા નર્સ ચંપાએ પૂછ્યું,"આમ કેવી રીતે પડ્યા સાહેબ? મોઢું ને ઢીંચણ બેઉ છોલાયા છે એટલે મોંભરીયા પડ્યા લાગો છો." પોચા સાહેબ જવાબ આપે એ પહેલાં એમના ગોઠણમાં લ્હાઈ ઉઠી. મોંમાંથી દર્દનો ઉંહકારો નીકળી ગયો. પોચા સાહેબને ટેબલ પર સુવડાવીને ચંપાએ નાક પર રૂનું મુકતા કહ્યું,"સુઈ જાવ. નાક પણ છોલી નાંખ્યું છે. થોડું બળશે તો ખરું, પણ મટાડવા માટે ઘાવ સાફ કરવો પડે ને." ડો. લાભુ રામાણી એ જ વખતે દવાખાનામાં આવી પહોંચ્યા. એમણે પોચા સાહેબનો કેસ જોઈને કહ્યું."એમને ધનુરનું ઈન્જેક્શન પણ આપી દેજે ચંપા." "ના ના..મને ઈન્જેક્શન ના