એકાંત - 45

  • 58
  • 1

કુલદીપ અને ગીતા એકાંતમાં વાતો કરવાં માટે કોલેજની પાછળ રહેલ બગીચે જતાં રહ્યાં હતાં.કુલદીપ અને ગીતાનાં બન્નેનાં હૃદયનાં ધબકારા વધેલાં હતાં.આકાશમાં સૂરજ વાદળની પાછળ સંતાઈને નવાં પ્રેમી પંખીડાને જોઈ રહ્યો હતો.કુલદીપે વાદળો અને સૂરજની સાક્ષીએ ચમેલીનું ફૂલ આપીને ગીતાની સામે પોતાનો પ્રેમ જાહેર કરી દીધો.એનાં મનની વાત ગીતાને કહીને એનાં હૃદયને શાંતિ થઈ હતી.હવે ગીતાની કુલદીપનાં પ્રેમને સ્વીકારવાની સ્ટાઈલ કેવી રહેશે એવી ઉતાવળ ખૂલ્લાં આકાશને હતી.ગીતાએ કુલદીપે સામે ધરેલાં ચમેલીનાં ફૂલનો સ્વીકાર કરી લીધો.એ સાથે એણે કુલદીપને પોતાનાં જીવનમાં સ્થાન આપી દીધું.પોતાનાં પ્રેમનો સ્વીકાર થતાં કુલદીપ મનોમન ખૂબ હરખાઈ ગયો. ગીતા બેન્ચ પરથી ઊભી થઈ.એણે એ સાથે કુલદીપનો હાથ પકડીને