તે દિવસે સવારે ચાઈલ્ડ કેરવાળા મેડમ ઇન્સ્પેક્શન કરવા આવવાના હતા. બધા ઘર સજાવવામાં લાગ્યા હતા અને વ્યવસ્થિત કપડાં પહેરીને તૈયાર હતા. ખાવાનું બધું ટેબલ ઉપર સજાવી દીધું હતું અને મયુરી અને મેડમની વાટ જોવા લાગ્યા.આ બાજુ વિજયાબેન અને ધનરાજ મીરાને મળવા વસ્તીની અંદર પોતાની કારમાં દાખલ થાય છે. ગરીબ વસ્તીના લોકોને જોઈને વિજયાબેન પોતાનો જીવ બારે છે અને મનમાં વિચારે છે કે મીરા આવી વસ્તીમાં રહેવા માટે મજબૂર છે. હવે હું તેને અહીં એક પણ ક્ષણ નહીં રહેવા દઉં. મીરાને ડિવોર્સ લેવાનું ડિસિઝન બરોબર હતું.હજી એની ભણવાની ઉંમર છે, તેના ઉપર તે હજી એક બીજી જવાબદારી લઈ ન શકે.આ બાજુ