અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -21

“ ફોર સ્ટાર હોટલ..એની રેસ્ટોરાં બાંકુરા… હું અને માં અંદર ગયાં..આ રેસ્ટોરાંમાં સાવી તને ખબરજ હશે બધા બૉલીવુડ સ્ટાર આવતા..કલાકો બેસી રહેતા..એનો પંજાબી ઓનર બધાને ઇનવાઈટ કરતો..ત્યાંનું બધું વાતાવરણજ કાયમ ફિલ્મીજ રહેતું. માહોલજ એવો હોય કોઈને કોઈ ફિલ્મી સેલિબ્રિટી ત્યાં આવીજ હોય..અમે લોકો ત્યાં ગયાં ત્યારે પરવીન બાબી ત્યાં હતી..પેલા કબીર બેદી સાથે બેઉ એકદમ બિંદાસ બેઠેલા આગળજ..અને મસ્તીથી વાત કરતાં સિગરેટના કસ લેતા..હું ધારી ધારીને જોઈજ રહી હતી..એકદમ એનું બિંદાસ હોવું હું જોઈ રહી હતી..ફિલ્મી મેગેઝીનોમાં.. સ્ટારડસ્ટ.. ફિલ્મફેર બધામાં એમના વિષે વાંચેલું આજે સામેજ જોઈ..એના ટૂંકા ટૂંકા વસ્ત્રો..ગોગલ્સ માથે ચઢાવી હસતી હસતી વાતો કરી રહેલી..એલોકો એમનામાં મસ્ત હતા..”“ સાવી હું