વીરબાળાબહેન..વિશ્વાની માંની આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા..એમના હૃદયમાં ભૂતકાળનો ભારે કડવો ઝેર ઓકતો કાળો નાગ ફેણ કરી ફૂંફાડા મારી રહેલો..આજે એનીજ દીકરીએ એમના મનના તાર ઝણઝણાવી દીધા હતા..એમની આંખ ફરકવા લાગી હતી..એમનો એ મીઠો..કડવો ભૂતકાળ નજર સમક્ષ આવી ગયો..એમણે વિશ્વા તરફ નિરાશા ભર્યા નિસાસા સાથે ગમગીન સ્વરે કહ્યું..” સોહમના પિતા.. એક સમયે મને..તારી માંને ખુબ ચાહતા..યજ્ઞેશ મને પ્રેમ દોરથી બાંધી..છોડી ગયા..” “ તું અને સોહમ જે રીતે સાથે ઉછર્યા ..રમ્યા વાડીઓ..ડુંગર ખૂંદયા એમજ અમે સાથે બધું ...રહ્યાં ઉછરેલા..ફરેલાં..બસ ફર્ક એટલો કે યજ્ઞેશ મારી કિશોરથી જુવાની જોઈ એને છંછેડી પ્રેમ કરી ભૂલી છોડીને મુંબઈ જતો રહ્યો.. અમે સાથે વર્ષો કાઢ્યા અહીં આજ