બાઉલનાં ગીતો - પુસ્તક રીવ્યુ

  • 136

પુસ્તક: ‘બાઉલનાં ગીતો’  લેખક:  ડૉ. સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’ સમીક્ષા: મલ્લિકા મુખર્જી    બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ લેફ્ટેનન્ટ ડૉ. સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’, લિખિત પુસ્તક “બાઉલના ગીતો” વિશે જાણીને મને સૌ પ્રથમ તો આશ્ચર્યની અનુભૂતિ થઈ. બંગાળના લોક સાહિત્ય પર એક ગુજરાતી સાહિત્યકાર આટલા વિશાળ ફલક પર કાર્ય કરે તો એક બંગાળી તરીકે મને અહોભાવની અનુભૂતિ થાય જ. એક પ્રાંતના સાહિત્યને બીજા પ્રાંત સુધી અનુવાદના માધ્યમથી પહોંચાડવાનું  કાર્ય ખૂબ મહેનત તો માંગે જ છે પણ પહેલી શરત એ છે કે તે વિષય પ્રત્યે લેખકને વિશિષ્ટ લગાવ હોય.  બંગાળના અંતરિયાળ ગામડાઓમાં પરિભ્રમણ કરીને બાઉલ પરિવ્રાજકોની સંસ્કૃતિ, સંગીત વાદ્ય કલા અને