અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -19

વિશ્વા ..હાટ પર જઈ બધું ખરીદ કરી થોડું નાનીનાં ઘરે આપી એનાં પાપા સાથે ઘરે પાછી આવી…પણ એનાં મનમાં પ્રશ્નોની ઝડી હતી.. સોહમ મળ્યા વિના ગયો..વિરહની પીડા રોપીને ગયો..માંએ એને અને મને બન્નેને કેટ કેટલું કીધું સંભળાવ્યું..કેમ માંએ એવું કીધું એને કે…હું માં નેજ પૂછું મારા મનનું સમાધાન નહીં થાય તો ચેન નહીં પડે મને..એણે બધો સામાન શાકભાજી રસોડામાં એકબાજુ મુક્યો.. ત્યાં એનાં પાપાની બૂમ પડી..”વિશ્વા તારી માંને કહે હું વાડીએ જાઉં છું આ હાટમાં જવામાં મારે બધું મોડું થઇ ગયું..દાહડિયા બેસી રહયા હશે..કામનો પાર નથી અને બસ સમય બરબાદ થાય છે હું નીકળું છું બેટા..તારી માં પાછળ વાડામાં લાગે