ચિંતા શું છે? તેમાંથી કેવી રીતે બહાર નીકળવું?

  • 652
  • 158

ચિંતા એટલે પ્રગટ અગ્નિ, જે નિરંતર પોતાને બાળ્યા જ કરે! કહેવાય છે ને કે, चिंतायाश्च चितायाश्च बिंदुमात्रं विशिष्यते ।चिता दहति निर्जीवं चिंता दहति जीवनम् ॥ એટલે કે, ચિંતા અને ચિતાની વચ્ચે એક ટપકાં જેટલો જ ફેર છે. ચિતા નિર્જીવને બાળે છે, જ્યારે ચિંતા જીવંતને. ચિંતા તો મનુષ્યને દિવસે ચેન ના પડવા દે અને રાત્રે પણ ઊંઘવા ન દે. ચિંતાથી ભૂખ-તરસ ઊડી જાય અને કેટલાય રોગોને આમંત્રણ મળી જાય. એટલું જ નહીં, ચિંતામાં ને ચિંતામાં આ ભવ-પરભવ બન્નેય બગડે. આવતો જન્મ જાનવર ગતિનો બંધાવે!આપણા જોવામાં આવે છે કે મોટા માણસોને મોટી ચિંતા હોય. એરકંડીશનમાં સૂતા હોય તો પણ ચિંતાથી રેબઝેબ હોય! જ્યારે મજૂરોને