મનુ મંજરી

(40)
  • 334
  • 80

"મનુ મંજરી"  સાંઈ-ફાઈ લેખમાળા કળશ, દિવ્ય ભાસ્કર  લેખક: સાંઈરામ દવે   આખું ગુજરાત અને ગુજરાતી ભાષા જેના નામ ઉપર મૂંછ મરડી શકે એવા કેટલાય નરપુંગવો ગોંડલની ધરતીએ આપ્યા છે. પરંતુ આજે જે વ્યક્તિત્વની વાત લખવા જઈ રહ્યો છું તેને કદાચ ગોંડલવાસીઓ પણ વિસરી ચૂક્યા છે.                         ઈસવીસન ઓગણીસો સાંઈઠની સાલ હતી. અડધી રાતે આઝાદ થઈને દેશ હજી ભાખોડિયા ભરતો હતો. એવે ટાણે રજક(ધોબી) જ્ઞાતિના તેર વરહના એક તરુણની આખ્યું જામરની બીમારીથી છીનવાઈ જાય. કુદરત જ્યારે એકાદ દેખીતો દરવાજો બંધ કરે છે ત્યારે બીજા કેટલાય અદ્રશ્ય દ્વાર અંદરથી ઉઘાડતો હોય