અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -18

  • 1

એ દિવસે..કેવી સરસ મીઠી ઘડીઓ હતી…હું અને વિશ્વા એકમેકની દિલની વાતો કરતાં હીંચકા ખાઈ રહેલાં..વિશ્વા એની ચિંતા યુક્ત વાતો મારી સાથે કર્યા પછી સાવ ચિંતામુક્ત થઈને નિશ્ચિંત મારાં ખોળામાંમાથું રાખી સુઈ રહેલી..હું એના માથે.. કપાળ ઉપર મીઠી સંવેદનાઓ સાથે પ્રેમથી હાથ ફેરવી રહેલો..એનો નિર્દોષ..ભાવથી ભીનો ચહેરો જોઈ હું વધુ આકર્ષાઈ રહ્યો હતો..એને ખુબ વહાલ કરું.. કદી એને મારાથી અળગી ના કરું એવો ભાવ દ્રઢ થતો જતો હતો..વિશ્વા મારા માટેજ સર્જાઈ હતી..મારીજ હતી..મને એના પ્રેમમાં એના માટેનો માલિકી ભાવ આવી ગયેલો..વિશ્વા..મારી વિશ્વા.. હું એના ભોળા ચહેરાને જોઈ મનોમન બોલી રહેલો..વિશુ હજી આપણે નાના છીએ..પરણવા લાયક થઈશું..એકમેકને વરમાળા પહેરાવીશું અગ્નિ સાક્ષીએ પવિત્ર