અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -17

  • 108
  • 62

સોહમ સાવી પાસેથી ભગ્ન હૃદયે ત્યાંથી નીકળી ગયો..રાતની કાલિમા ધરતી પર છવાઈ રહી હતી..સોહમના દિલમાં પણ કોઈ અગમ્ય નિરાશાની કાલિમા છવાઈ હતી..એણે સાવી.. સારાની વિદાય લીધી.. એ વખતના શબ્દો..કરેલી વાત યાદ આવી ગઈ એક એક સંવાદ યાદ આવ્યા.. એણે સાવીને કીધેલું હવે તમે મળશો …તો જ મળીશું..મરીને..ય..જીવી લઈશું..પણ મારું કહેવું સાવી સમજી નહીં..એને કોઈ…એહસાસ શબ્દોનો કે મારી સંવેદનાનો કેમ ના થયો ? હું અહીં આવ્યો…ભણવા આવ્યો? કેટલી એની પાછળ રઝળપાટ કરી..કોઈ કદર કિંમત છે? પણ એનો ક્યાં વાંક છે?...એ પાછો જૂની વાતો..યાદોમાં સરી ગયો….વિશ્વાને આટલા પ્રેમ પછી પણ ત્યારે ડર લાગી ગયેલો..એણે નિર્દોષતાથી પૂછેલુંજ “સોહુ…આપણું કાયમી મિલન થશેને? આપણું પ્રારબ્ધ