"પણ સર આમાં મારી કોઈ જ ભુલ નથી. હું ખબર નહીં કેમ જાતે જ આ બધું કહેવા લાગ્યો." જોસેફે જણાવ્યું."પણ હવે તું શું કરીશ?" ડોક્ટર મજમુદારે પુછ્યું."આવિષ્કાર જ આવશ્યકતા ની જનની છે. એ પ્રમાણે જ મારે ગમે તે રીતે મારે આવું કોઈ શસ્ત્ર વિકસિત કરવું જ પડશે." જોસેફે જણાવ્યું."કોઈ છે તો નહીં ને ઓનલાઈન?" ડોક્ટર મજમુદારે પુછ્યું."ના સર. " જોસેફે જણાવ્યું."મને વચન આપ કે હું જે માહિતી તને આપવા જઈ રહ્યો છું એ વિષે તું કોઈને કંઈ પણ નહીં કહે. " ડોક્ટર મજમુદારે વચન માગ્યું."આ ધ્વનિ શસ્ત્ર એક કલ્પના નથી પણ હકીકત છે." ડોક્ટર મજમુદારે જણાવ્યું."શું સર?" જોસેફ હતપ્રભ બની