ચારેય તરફ ધડાકા સાથે ડ્રોન હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા. જોસેફ ખુબ જ થાકી ગયો હતો. તેના મગજમાં બસ પોતાના પરિવાર ની જ છબિ દેખાય રહી હતી. એ ક્યારે ઊંઘી ગયો તેને જ ખબર ન પડી.એ રાત્રે ભારતે પણ વળતો જવાબ આપતા મિસાઈલ હુમલા કરીને પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચાડ્યું.બન્ને દેશમાં ઘણા નાગરિકોના પણ મૃત્યુ થયા. જોસેફ જ્યારે સવારે ઊઠ્યો તો પોતાની જાતને સરકારી ગેસ્ટ હાઉસ ના જ એક રૂમમાં જોવે છે.એ પછી યાદ કરે છે કે મોડી રાત્રે તેને પોલીસ જીપ અંહી જ મુકી ગઈ હતી. જોસેફે સૌથી પહેલાં જ સમાચાર જોવા માટે ટી.વી ચાલુ કર્યું તો બન્ને પક્ષે ડ્રોન