અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -16

  • 34

સોહમ ભૈરવી અને ધનુષને બાર રૂમમાં એન્જોય કરો કહી ત્યાંથી નીકળી ગયો ..સોહમને જતો ભૈરવી જોઈ રહી હતી એણે ધનુષને પણ કહ્યું“ ધનુ આ છોકરો અને પેલી છોકરી સાવીની જોડી જામે ખરી..બેઉ એકમેકને લાયક છે વળી તારો મિત્ર થોડો ઈમોશનલ છે…એને હું જેટલીવાર મળી છું મને દરેક મુલાકાતે કંઈક જુદોજ લાગ્યો છે..એ ધરતી પર નહીં પણ હવા સાથે વાત કરતો હોય લાગણી અને પ્રેમની જ વાતો કરતો હોય..કોઈની કાયમ શોધમાં હોય એવું લાગ્યું છે અને આજે આ છોકરીને એણે જોઈ એના હાવભાવ બદલાઈ ગયા..જાણે એને એની મંઝિલ મળી ગઈ હોય એવું લાગ્યું..છોકરીને જોતાજ એણે કેવી સરસ ગઝલ ગાઈ..એના શબ્દો..એમાં રહેલ ઈમોશન