અનોખી સફર - અમાવસ્યાથી પૂર્ણિમા સુધી - પ્રકરણ -15

  • 146
  • 1
  • 68

સારા એની માં સાથે આઘાત અને ગુસ્સા સાથે જેમતેમ બોલી રહી હતી..સાવ નીચલી કક્ષાના શબ્દો આકરાં વેણ કાઢી રહેલી..એની માંનાં હાથના તમાચા ખાઈ રહેલી..એનાથી સહેવાય નહોતું રહ્યું એ એની માંને ધક્કો મારી એના રૂમમાં ગઈ જોરથી દરવાજો બંધ કર્યો ..એનાં પલંગ ઉપર પોતાની જાતને ફેંકી ક્યાંય સુધી ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહી..એનાં રુદનથી ચાદર ભીંજાઈ ગઈ હતી..એનું નાજુક હૃદય એમ પણ તૂટીને લોહીના આંસુથી ભીંજાઈ ચૂક્યું હતું.એ ક્યાંય સુધી રડતી રહી..પછી એને ક્યારે નીંદર આવી ગઈ ખબરજ ના પડી..“ સાવી મને ખબર નથી મારી આંખ ક્યારે ખુલી ..મેં મારી જાતને જોઈ…. હું સાવ ભાંગી પડી હતી..મને થયું આવું જીવન શું કામનું?