પહેલા તો બધાની દિલથી માફી માંગું છું. વાર્તામાં જેમ કિરણને સાહિલ માટે પાંચ વર્ષ રાહ જોવી પડે છે. એમ આપણે પણ આગામી વાર્તા માટે ખરેખર પાંચ વર્ષ ની રાહ જોવી પડી. આશા છે કે, હવે આ નિયતિ વાર્તાનાં અંત સુધી વિના વિલંબે આગળ વધતી રહે.. આપ સૌ મિત્રો પહેલાંની જેમ જ પોતાના પ્રતિભાવો જણાવશો અને કોઈ ખામી રહી ગઈ હોય તો યોગ્ય ધ્યાન દોરવશો. અત્યાર સુધી આપણે જોયું કે, નાના શહેરથી વડોદરા જેવા મોટા શહેરમા ભણવા માટે આવેલી કિરણ વડોદરામાં સેટ થવા માટે પ્રયત્ન કરી રહી હોય છે જ્યાં અચાનક એક ફોન કોલ એના સરળ જીવનમાં નવો વળાંક લાવે છે જે