પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવાઈ ચુક્યો હતો. ત્યાં ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવેલ મેયરને કાર્યક્રમ ખૂબ પસંદ આવેલો હતો. એમાં એમને સૌથી વધુ મજા ચારુ મેડમનાં ગ્રુપે કરેલ ડાન્સમાં આવી હતી. જેમાં પ્રવિણ અને કાજલે અનિચ્છાએ પાર્ટ લીધો હતો.કુલદીપની જેમ પ્રવિણ માટે એની કોલેજના લાફ્ટ યરનો આ પ્રોગ્રામ ખાસ બની ગયો હતો. એની મરજી ડાન્સમાં પાર્ટ લેવાની બિલકુલ હતી જ નહીં. ભુપતે એને વધુ ઉશ્કેર્યો આથી પ્રવિણે કુલદીપ સાથે ડાન્સ લેવામાં પાર્ટ લીધો.કુલદીપની સાથે પ્રવિણને મોટો ફાયદો એ જોવા મળ્યો કે એ કાજલને પોતાનું હૃદય હારી બેઠો. સાચાં પ્રેમની લાગણી શું હોય શકે એ પ્રવિણને કાજલની