"ઈનોલા હોમ્સ," મેં વિચાર્યા વિના કહ્યું.તરત જ હું મને એટલી મૂર્ખ લાગી કે ધરતી માર્ગ આપે તો હું ત્યાં જ સમાઈ જવા માંગતી હતી. ભાગીને, મેં મારા માટે એક નવું નામ પસંદ કર્યું હતું: આઇવી મેશલ. મારી માતા પ્રત્યેની વફાદારી માટે "આઇવી". "મેશલ" એક પ્રકારના સાઇફર તરીકે. દાખલા તરીકે "હોમ્સ(Holmes)" શબ્દ લો, તેને હોલ(Hol) મેસ(mes) માં વિભાજીત કરો, તેને મેસ(mes) હોલ(Hol), મેશોલ(MeshoI) માં ઉલટાવો, પછી તેને જે રીતે ઉચ્ચારવામાં આવે છે તે રીતે જોડો: મેશલ. તે એક દુર્લભ આત્મા હશે જે મને ઇંગ્લેન્ડમાં બીજા કોઈ સાથે જોડી શકે ("શું તમે ટોટરિંગ હીથના સસેક્સ મેશલ્સ સાથે સંબંધિત છો?"), હોમ્સ નામના કોઈ