આર્યવર્ધને પોતાની વાત પૂરી કરીને તલવાર નીચે ફેંકી દીધી અને જમીન પર પગ પછાડ્યો. તેના કારણે જમીન પર તિરાડ પડી. આ જોઈને મેં પણ મારી તલવાર નીચે ફેંકી દીધી. કારણ કે યુદ્ધ હંમેશા બે સમાન યોદ્ધાઓ વચ્ચે જ થઈ શકે. અત્યાર સુધી હું આર્યવર્ધન સાથે મારી શારીરક ક્ષમતાથી લડી રહ્યો હતો. પણ હવે મારે મેઘાની શક્તિ અને મારી કલ્પનાશક્તિથી આર્યવર્ધન લડવાનું હતું.આર્યવર્ધન આંખના પલકારામાં મારી પાસે ધસી આવ્યો. તેણે મારી જમણી આંખ પર મુક્કો મારવાનો પ્રયત્ન કર્યો. પણ મેં તેનો પ્રહાર ચૂકવી ઊંચી છલાંગ લગાવી. પછી મેં ઊંચાઈથી આર્યવર્ધનના માથા પર બંને હાથની મુઠ્ઠીવાળીને મુક્કો માર્યો. પણ આર્યવર્ધન મારી ચાલ