મેઘાર્યન - 9

  • 332
  • 116

મેઘાની વાત પૂરી થઈ ત્યાં જ અમારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું. હવે અમેં એક મેદાનીપ્રદેશમાં હતાં. અહી આખી જમીન પર ઘાસ ઊંઘેલું હતું. ખૂબ દૂર અમુક વૃક્ષો નજરે પડતાં હતાં. મેં આ જગ્યા વિષે ક્યારેય કઈ જોયું કે સાંભળ્યું નહોતું. મેં મેઘાને પૂછ્યું, “મેઘા, આ કઈ જગ્યા છે અને અત્યારે આપણે પૃથ્વી પર છીએ કે તારી દુનિયામાં છીએ?”મેઘાએ કહ્યું, “આપણે અત્યારે પૃથ્વી પર જ છીએ. આર્યવર્ધને જ્યારે અમારી દુનિયામાંથી આ દુનિયામાં આવવા માટેનો દ્વાર ખોલ્યો ત્યારે તેની સાથે સમય અને સ્થાન મુજબ મારી દુનિયાની અમુક ગુપ્ત જગ્યાઓ અહી પૃથ્વી પર આવી ગઇ. જેમાંથી બે જગ્યા પર આપણે ગયાં હતાં. પહેલી