મેઘાર્યન - 8

હું હજી તે યુવતીને નિહાળવા માંગતો હતો પણ મને મારું મન કઈક અઘટિત થવાનું કહી રહ્યું હતું એટલે હું પાછો બેડ પર સૂઈ ગયો. હું તે યુવતીના શારીરિક સૌંદર્યના આધારે તેના ચહેરાની કલ્પના કરવા લાગ્યો. ત્યાં જ કેબિનનો દરવાજો કોઈએ નોક કર્યો. તેના કારણે હું તરત બેડ પરથી ઊભો થઈ ગયો. મને લાગ્યું કે કદાચ આર્યવર્ધન આવ્યો હશે. એટલે મેં તરત બેડની નીચેથી એક તલવાર બહાર કાઢીને હાથમાં પૂરી તાકાતથી  પકડી રાખી અને દરવાજો ખોલ્યો. હું ચોંકી ગયો કેમકે મારી સામેં તે યુવતી ઊભી હતી જેને મેં થોડા સમય પહેલાં તળાવમાંથી બહાર નીકળતાં જોઈ હતી. પણ હું તેનો ચહેરો જોઈ