મેઘાર્યન - 7

 થોડીવાર સુધી હું અને મેઘા કઈ બોલ્યા નહીં. મેં સમુદ્ર તરફ નજર કરી તો હજી સૂર્યોદય થયાને થોડો જ સમય થયો હતો. મેં કઈ કહ્યું નહીં એટલે મેઘા બોલી, “અવિચલ હવે આપણે આ જગ્યાને છોડીને બીજી જગ્યાએ જવું પડશે. ચંદ્રકેતુ આ સ્થાન વિષે જાણી ગયો છે. તે શક્ય એટલી ઝડપથી આર્યવર્ધન પાસે જતો રહેશે. આર્યવર્ધનને આ સ્થાનની જાણ થશે એટલે તરત અહી આવી જશે. મારી મોટા ભાગની શક્તિ ચંદ્રકેતુ સાથેની લડાઈ વખતે વપરાઇ ગઈ છે. એટલે મારે શક્તિ ફરીથી મેળવવા માટે આરામ કરવો પડશે.”મેં મેઘાને હકારમાં ઈશારો કર્યો એટલે મેઘાએ મારી પાસે આવીને મારો હાથ પકડ્યો. એટલે ચારેય તરફ ધુમ્મસ