કુલદીપ અને ગીતા બન્ને એકબીજાંને એટલો જ પ્રેમ કરી રહ્યાં હતાં. આ બન્નેનું વિજાતીય આકર્ષણ હતું કે ખરેખર બન્નેનાં હૃદય પણ એક થઈ ગયાં હતાં ! કુલદીપને ગીતાની આંખોમાં જોયેલું હતું કે ગીતાનાં હૃદયમાં એનાં માટે લાગણીઓ વિકસેલી છે.આખરે વ્યક્તિ એનાં મનની વાત હોઠ સુધી નથી લાવતી ત્યારે એની આંખો એનાં હૃદયના હાલ જાહેર કરી આપે છે. ગીતાની નજરોએ કુલદીપનાં હૃદયને લીલી ઝંડી આપી દીધી હતી.કાજલનો પૂછાયેલો સવાલ કે શું એ કુલદીપને એક તરફી પ્રેમ કરે છે કે કુલદીપ પણ એને પ્રેમ કરે છે ? આ સવાલ ગીતાને વિચારવામાં વિવશ કરી દીધો."એમ મને કેમ ખબર પડે કે એ મને પ્રેમ