"ધોરણ એક એટલે પહેલું પગલું! બાળકનું અભ્યાસની દુનિયામાં પ્રથમ કદમ. નાનું બચ્ચું એની માની ગોદમાંથી બહાર નીકળીને હાલતા ચાલતા શીખે, પછી રમતા શીખે ને એ પછી તોફાન મસ્તી કરે, કાલું કાલું બોલે એટલે વાલું વાલું પણ લાગે. માબાપ એને લાડ લડાવે એટલે છકી પણજાય. પછી આવે ભણવા! નિશાળમાં એને ન ગમે. એકડો કરવો અઘરો લાગે, વારેવારે બાને યાદ કરે. રડ્યા કરે, પહેલા ભેંકડો ને પછી ઝીંણા રાગે! પીપી કરી જાય તો ક્યારેક ચડ્ડી પણ બગાડે. આવા બાળકને ભણવાનું મન ન હોય, એને રમવું હોય ત્યારે આપણે એની આંગળી પકડવાની છે; વ્હાલ કરવાનું છે. પ્રેમથી બાળકને પલોટવાનું છે. ધીમે ધીમે એની