મચ્છરો સાથે અન્યાય

  • 138

લેખ:- મચ્છરો સાથે અન્યાય.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આમ તો આ લેખ મારે 20 ઓગષ્ટ, એટલે કે 'વિશ્વ મચ્છર દિવસ'નાં રોજ રજુ કરવો હતો. પણ એને સમયસર પૂર્ણ જ ન કરી શકી. એટલે થોડો મોડો રજુ થાય છે. લાગે છે આ રજુ થયો ત્યાં સુધીમાં તો ઘણાં બધાં મચ્છરો બધાનું લોહી પી ચૂક્યા હશે.નાનાં, મોટા, વૃદ્ધ, સ્ત્રી અને પુરુષ બધાં મચ્છરો સભામાં સમયસર એકત્રિત થઈ ગયા હતા. ગયા અઠવાડિયે ભરાયેલી એમની સામાન્ય સભામાં કારોબારી સભ્યોએ નક્કી કર્યું હતું કે આવતાં અઠવાડિયે આપણે આખાય સમાજને એકત્રિત કરી એમને થતાં અન્યાય વિશે ચર્ચા કરીશું.ચર્ચા માટેનાં મુદ્દાનો વિષય હતો - મચ્છરદાનીમાં મચ્છરને બદલે માણસ