MH 370 - 8

(94)
  • 942
  • 472

8. અડાબીડ જંગલમાં કાળરાત્રી થોડીવારમાં એકદમ શાંતિ થઈ ગઈ. અમે ક્રુ મેમ્બરો  આજુબાજુ જોઈ કોઈ હવે નથી એની ખાતરી કરી આગળ આવ્યા. અમારા હાથ ઊંચા કરી ઈમર્જન્સી ગેટ ખોલી પાંખ  પર આગળ વધ્યા પણ હવે કોઈ દેખાયું નહીં. અમે હવે ઉતારુઓને નીચે ઉતરવા  માટે ઈમર્જન્સી સહિત બધા ગેઇટ ખોલી નાખ્યા.મેં નીચે જોયું. જમીન કઠણ તો હતી પણ ઘણી નીચે. હશે ઓછામાં ઓછા પચીસ ત્રીસ ફૂટ.આટલે ઊંચેથી નીચે ઉતરવું કેમ?  કૂદકો મારે એના પગ ભાંગી જ જાય.  કોઈ સાજું સમું  ઊતરી શકે એમ ન હતું. હવે મારા ઉતારુઓ માટે શું કરવું? અહીં કઈ સીડી  મળવાની હતી?વિમાનમાં નીચે મજબૂત દોરડાંઓ  તો હતાં.  અમે