જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૨૮ એક ખૂબ સુંદર વિચાર છે કે, "લોકોને તેમના ગંતવ્ય સ્થાનથી નહીં, પરંતુ તેમણે શરૂ કરેલી યાત્રાથી મૂલવો." આ વિચાર આપણને જીવનના સાચા અર્થ અને સફળતાની વ્યાખ્યા પર ફરીથી વિચાર કરવા પ્રેરણા આપે છે. આપણે ઘણીવાર ફક્ત પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ આ વિચાર આપણને પ્રક્રિયા, પ્રયત્નો અને સંઘર્ષોનું મૂલ્ય સમજાવે છે. જીવન એક લાંબી યાત્રા છે. આ યાત્રામાં આપણે અનેક પડકારોનો સામનો કરીએ છીએ, અનેક વાર પડીએ છીએ અને ફરીથી ઊભા થઈએ છીએ. કોઈ વ્યક્તિની સફળતા તેના અંતિમ સ્થાન પરથી માપી શકાય નહીં, કારણ કે ત્યાં પહોંચવા માટે તેણે જે મહેનત કરી છે, જે ત્યાગ આપ્યો છે અને જે નિષ્ફળતાઓમાંથી શીખ્યું છે, તે જ