મમ્મી કેમ મારા દિકરાની ખુશીમાં ખુશ ન થયા એ વિશે હું હજી વિચારતે નહીં પણ એ અડધા દિવસમાં લગભગ દસેક વખત અલગ અલગ ફળિયાવાળાની આગળ મમ્મી એક જ શબ્દ વારંવાર બોલ્યા કે આને તો એની મમ્મી કરાવે પણ ભાણિયા ને કોણ કરાવે ? એ પણ હોશિયાર તો છે જ. કોઈએ પણ મમ્મીને એમ નહોતું કહ્યું કે આ દિકરો કરે છે એવું ભાણિયાએ પણ કરવું જોઈએ. કોઈએ ભાણિયા સાથે એની સરખામણી કરી ન હતી તો પછી મમ્મી કેમ વારંવાર આ બોલ્યા. તમે પણ તો બહાર જ હતા જ્યારે મમ્મી બોલતા હતા પણ તમને જાણે કંઈ ફરક જ પડતો ન હતો. પણ