અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1

અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧           આ વાર્તા અદ્વિક નામના એક લેખકની છે. જેણે જીવનમાં માત્ર નિષ્ફળતા અને અસંતોષ જ અનુભવ્યો હતો. તેનું મન શૂન્ય હતું. જાણે કે હજારો વર્ષોથી ઉજ્જડ રણ હોય. એક સાંજે જ્યારે તે પોતાના જૂના પુસ્તકોની વચ્ચે બેઠો હતો ત્યારે તેને એક વિચિત્ર લાગણી થઈ. જાણે કે કોઈ અદૃશ્ય શક્તિ તેને બોલાવી રહી હોય. આ લાગણીને અનુસરીને તેણે પુસ્તકોના ઢગલામાંથી એક જૂની અને ધૂળવાળી ડાયરી શોધી કાઢી. ડાયરી પર 'અલખ' નામ લખેલું હતું. અદ્વિકને આશ્ચર્ય થયું કે આ ડાયરી ક્યાંથી આવી? કારણ કે તેણે પહેલાં ક્યારેય આ ડાયરી જોઈ નહોતી.         અદ્વિકે ડાયરી ખોલી. અંદરના પાના પર સરસ અક્ષરે લખેલી એક કવિતા હતી:સુરતની ધૂળમાં, જામ્યું છે એક અનમોલ મોતી,કિરણોને