કુલદીપ ગીતાના પ્રેમમાં પડી ગયો હતો. એનો ખુલાસો એણે કોઈ પણ સંકોચ વિના પ્રવિણ અને ભુપતની સામે કરી દીધો હતો. પ્રવિણને કુલદીપ પર શંકા હતી પણ ભુપતને આ જાણી નવાઈ લાગી. બીજી નવાઈ એને ત્યારે થવાની હતી જ્યારે પ્રવિણ એનો કાજલ માટેનો પ્રેમ ભુપતને કહેવાનો હતો."તું કુલદીપ ત્યાં પ્રોગ્રામમાં પાર્ટ લેવા માટે ગયો હતો કે તારું સેટીંગ ગીતા સાથે કરવાં ગયો હતો ?" ભુપતે કુલદીપની વાત જાણીને કહ્યું."મારું એકનું નામ ના લે. આ તું પ્રવિણ બહુ સીધો સાદો માને છે. એ પણ કાજલની અદામાં ઘાયલ થઈ ગયો છે."કુલદીપના કહેવા પછી ભુપતે પ્રવિણ સામે જોયું. પ્રવિણ પોતાના માથાના વાળ ખંજવાળતો શરમાઈ