શંકા ના વમળો ની વચ્ચે - 23

બરોડા પહોંચ્યા પછી સોનાલી ના પપ્પા ને ઘરે તેમના બેડરૂમ માં આરામ કરવા નું કહી તેમના મિત્રો એ રજા લીધી, ઘર માં સોનાલી ની મમ્મી, ભાઈ અને સોનાલીએ નક્કી કર્યું કે તેઓ મેઘલ ના પરિવાર વિશે એકપણ વાત નહીં કરે એકદમ નોર્મલ જાણે કશું જ બન્યું નથી એમ જ રહેશે, તેઓ રોજિંદા કામ માં પરોવાઈ ગયા, સાંજ થઈ એટલે સોનાલી ના પપ્પા એ તેમનું કામ શરૂ કર્યું, સોનાલી ને ખુબ સારું લાગ્યું, તેની આંખ માંથી ભગવાન પ્રત્યે આભાર અને આનંદ ના આંસુ વહી રહ્યા, સોનાલી રસોડા માં ગઈ તો તેની મમ્મી રસોડા માં રડતી હતી, સોનાલી ને પાછળ ઉભેલી જોઈને