રોજબરોજ ઉપયોગમાં લેવાતી ચીજો અને તેનું સંશોધન

વિશ્વની ક્રાંતિકારી શોધો તો ઇતિહાસમાં તેના સંશોધકોને અમર કરી ગઇ છે અને તેમના વિશે અઢળક લખાયું છે આવા સંશોધનોએ સમગ્ર માનવજાતને બદલી નાંખવાનુું કામ કર્યુ હતું પણ આપણે રોજબરોજનાં જીવનમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે વસ્તુઓના સંશોધનની કહાની પણ રસપ્રદ છે.૧૯૪૬માં બે ફ્રેન્ચ સંશોધકોએ સ્વીમસુટની શોધ કરી હતી.જેક્વસ હીમ નામના કેન્સના સંશોધકે પહેલા ટુ પીસ સ્યુટ બનાવ્યો હતો જેને તેણે એટોમ નામ આપ્યું હતું.હીમે પોતાની આ શોધ માટે સ્કાયરાઇટિંગ પ્લેનને ભાડે લીધુ હતું જેમાં તેણે લખ્યું હતું એટોમ....વિશ્વનો સૌથી નાનો બાથિંગ સુટ.તેના ત્રણ સપ્તાહમાં જ ફ્રાન્સના ઓટોમોબાઇલ ડિઝાઇનર લુઇસે તેનાથી નાના વસ્ત્રો તૈયાર કર્યા હતા.તેણે બસ્સો સેન્ટીમીટર ફેબ્રીકસનો ઉપયોગ