ઈજિપ્તના પિરામિડો, ઈંગ્લેન્ડની પ્રખ્યાત સ્ટોનહેન્જ સાઈટ કે કંબોડિયામાં આવેલું વિશ્વનું સૌથી મોટું હિંદુ મંદિર જોઈને એવો વિચાર આવવો સ્વાભાવિક છે કે, આટલા વર્ષો પહેલાં પર્વત જેવા મહાકાય પથ્થરોને જે તે સ્થળ સુધી કેવી રીતે પહોંચાડાયા હશે? વિશ્વમાં અનેક સ્થળોએ પ્રાચીન સમયમાં બનેલા આવા આકારો જોવા મળે છે અને એ અસ્તિત્વમાં આવ્યા ત્યારે હાઈડ્રોલિક ક્રેન કે ભારે વજન વહન કરી શકે એવા ટ્રક પણ ન હતા. તો પછી આજના આધુનિક માનવો જેના વખાણ કરતા થાકતા નથી એવા મંદિરો અને પૂતળાનું બાંધકામ કરવા એ સમયે પથ્થરો બાંધકામ સ્થળે કેવી રીતે પહોંચાડાતા હતા? આ પ્રશ્નોના જવાબ અત્યાર સુધી ઘણાં વિજ્ઞાનીઓ આપી ચૂક્યા છે,