એકાંત - 41

આઠ કપલ્સનું ગ્રુપ ચારુ મેડમે બનાવી દીધું હતું. સૌ સ્ટુડન્ટ્સ એનાં પાર્ટનર સાથે ડાન્સ કરી રહ્યાં હતાં. પ્રવિણ અને કાજલ દરેકને ડાન્સ કરતાં જોઈ રહ્યાં હતાં, કારણ કે તેઓ બન્નેમાંથી કોઈને પણ ડાન્સનો ડી પણ આવડતો ન હતો. તેઓ ચારુ મેડમનાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.ગીતા કુલદીપને ડાન્સ શીખવી રહી હતી, ત્યાં જ ડાન્સ કરતા કુલદીપ ભોંય પર પડી ગયો. કુલદીપને પડતાં જોઈને બાકીનાં સ્ટુડન્ટ્સ હસવાં લાગ્યાં.કાજલને પણ કુલદીપને જોઈને હસવું આવી ગયું. પ્રવિણ કાજલને હસતાં જોઈને ખુદ હસવાં લાગ્યો અને મનોમન વિચારવા લાગ્યો : "હે સોમનાથ દાદા, કોઇ સુંદર યુવતી હસતી હોય તો શું ખરેખર આટલી સુંદર લાગતી હશે